મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી રોકાણ ૧૯% વધીને રૂ.૨૯,૩૨૯ કરોડ થયું
મ્યુચ્યુઅલ ફંડમાં ઇક્વિટી રોકાણ ૧૯% વધીને રૂ.૨૯,૩૨૯ કરોડ થયું
Published on: 11th September, 2026

વૈશ્વિક ભૌગોલિક રાજકીય તણાવ અને ફોરેન ફંડોની વેચવાલી વચ્ચે પણ, ઓગસ્ટમાં મ્યુચ્યુઅલ ફંડોમાં ઇક્વિટી ફંડોમાં ૧૯% નો વધારો નોંધાયો, જે રૂ.૨૯,૩૨૯ કરોડ સુધી પહોંચ્યો. સ્મોલ અને મિડ-કેપ ફંડોમાં રોકાણકારોનો રસ વધ્યો, જ્યારે લાર્જ-કેપ ફંડોમાંથી સતત બીજા મહિને ઉપાડ નોંધાયો. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) થકી રોકાણ પણ રૂ.૩૨,૨૯૭ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું. કુલ ફોલિયોની સંખ્યા પણ વધીને ૨૮.૩૫ કરોડ થઈ. ગોલ્ડ ETF માં રોકાણ વધીને રૂ.૨૫૯૭ કરોડ નોંધાયું.