5 જૂને દેશ-રાજ્યમાં મહત્વની ઘટનાઓ, PM મોદીનો ગુજરાત પ્રવાસ
5 જૂને દેશ-રાજ્યમાં મહત્વની ઘટનાઓ, PM મોદીનો ગુજરાત પ્રવાસ
Published on: 04th June, 2026

5 જૂન દેશ અને ગુજરાત માટે ખુબ જ મહત્વનો દિવસ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત અને દમણમાં ₹21,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. સુરતમાં તેઓ L&T કંપનીની મુલાકાત લઈ 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ બનેલા શસ્ત્રોનું નિરીક્ષણ કરશે અને ₹18,800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે. દમણમાં નમો એરપોર્ટ અને નમો હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ દિવસે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પણ થશે. રાષ્ટ્રીય રાજકારણમાં પણ મોટા ઉલટફેરના સંકેતો મળી રહ્યા છે.