ક્લાઈમેટ ચેન્જ સામે લડવા વનીકરણ જરૂરી, મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન
ક્લાઈમેટ ચેન્જ સામે લડવા વનીકરણ જરૂરી, મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન
Published on: 06th September, 2026

પારડી ખાતે 77માં વન મહોત્સવની ઉજવણીમાં મંત્રી કનુભાઈ દેસાઈએ ક્લાઈમેટ ચેન્જથી વધતી આફતોને રોકવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા વનીકરણના મહત્વ પર ભાર મૂક્યો. 'એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ 10 કરોડ વૃક્ષોના વાવેતર સાથે ગુજરાત પ્રથમ ક્રમે છે. કાર્યક્રમમાં વૃક્ષારોપણ, રોપા વિતરણ અને સામાજિક વનીકરણ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું. વિવિધ સંસ્થાઓને વૃક્ષારોપણ માટે પ્રશસ્તિપત્ર અપાયા.