રાહુલ ગાંધી સાથે ઝપાઝપી અને ધરપકડ
રાહુલ ગાંધી સાથે ઝપાઝપી અને ધરપકડ
Published on: 07th October, 2026

નવી દિલ્હીમાં 'INDIA' ગઠબંધનના વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત અનેક નેતાઓને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. આ ઘટનાક્રમ બાદ જર્મનીથી કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે સરકારની કાર્યવાહીને શરમજનક ગણાવી હતી. તેમણે કહ્યું કે, વિપક્ષ નેતા રાહુલ ગાંધી સાથે હાથાપાઈ અને તેમને અટકાયતમાં લેવાની તસવીરો જોઈને તેઓ ખૂબ દુઃખી છે. 13 કરોડ મતદારોના અધિકારો છીનવાઈ રહ્યા છે ત્યારે વિરોધ પ્રદર્શન કરવું બંધારણીય અધિકાર છે અને સરકારની પ્રતિક્રિયા અત્યંત નિંદનીય છે.