ડભોઇ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન નિશ્ચિત.
ડભોઇ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન નિશ્ચિત.
Published on: 25th May, 2026

તાજેતરમાં યોજાયેલ ડભોઇ તાલુકા પંચાયત ચૂંટણીમાં ભાજપે 17 બેઠકો પર પ્રચંડ બહુમતી મેળવી કોંગ્રેસને માત્ર 3 બેઠકો પર સીમિત કરી દીધી હતી. આ ભવ્ય વિજય બાદ, ડભોઇ ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં પક્ષના મોવડીમંડળ દ્વારા સત્તાવાર મેન્ડેટ અપાયો. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી. જે. બ્રહ્મભટ્ટ દ્વારા મોકલાવાયેલા મેન્ડેટના આધારે, ભીખીબેન લાલજીભાઈ رબારી પ્રમુખ, ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલ ઉપપ્રમુખ, અને અન્ય મુખ્ય હોદ્દેદારોના નામ જાહેર કરાયા.