50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ?
50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ?
Published on: 18th June, 2026

ઝારખંડની રાજ્યસભા ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગ્યો છે. ધારાસભ્યોની સારી એવી સંખ્યા હોવા છતાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા ચૂંટણી હારી ગયા છે. ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી ચૂંટણી જીતી ગયા છે. નથવાણીને જીતવા માટે જરૂરી 28 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના પ્રણવ ઝાને 20 વોટ મળ્યા છે. બીજી તરફ, ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ના વૈજનાથ રામ પણ 30 વોટ મેળવીને વિજયી બન્યા છે.