ચૂંટણી પંચમાં ૩૦૦ સભ્યોની નિમણૂક અને કમિશનરની બહુમતીથી ચૂંટણીનો પ્રસ્તાવ
ચૂંટણી પંચમાં ૩૦૦ સભ્યોની નિમણૂક અને કમિશનરની બહુમતીથી ચૂંટણીનો પ્રસ્તાવ
Published on: 26th September, 2026

મુખ્ય ચૂંટણી કમિશનરના નિર્ણયો સામે વિવાદ બાદ રાજકીય કાર્યકરોમાં ચર્ચા શરૂ થઈ. લોકશાહીમાં વિરોધ એ પ્રાણ છે, પરંતુ ઘણીવાર વિપક્ષના વિરોધને દેશદ્રોહ ગણાવવામાં આવે છે. ભૂતકાળમાં ચૂંટણી કમિશનર રહી ચૂકેલા વ્યક્તિઓ રાજકીય પક્ષમાં જોડાઈને ચૂંટણી લડ્યા હોય તેવા કિસ્સા બન્યા છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને, એક કાર્યકરે સૂચવ્યું કે ચૂંટણી પંચમાં નિમણૂકોનો વિવાદ ટાળવા માટે ૩૦૦ સભ્યોની નિમણૂક કરવી જોઈએ, જેમાંથી મુખ્ય કમિશનરની પસંદગી બહુમતીથી થાય. આનાથી ચૂંટણી પંચમાં પણ ચૂંટણીનો માહોલ સર્જાશે.