અભિષેક બેનરજીના ઘરે પોલીસ ત્રાટકી, મુખ્ય દ્વારનું તાળું તોડી સર્ચ ઓપરેશન શરૂ કરાયું
અભિષેક બેનરજીના ઘરે પોલીસ ત્રાટકી, મુખ્ય દ્વારનું તાળું તોડી સર્ચ ઓપરેશન શરૂ કરાયું
Published on: 13th June, 2026

પશ્ચિમ બંગાળના રાજકારણમાં મોટો આંચકો, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને કોલકાતા પોલીસ અને કેન્દ્રીય દળોની સંયુક્ત ટીમે વહેલી સવારે દરોડો પાડ્યો. આ કાર્યવાહી અભિષેકના અંગત મદદનીશ (PA) સુમિત રોયની શોધખોળ માટે કરાઈ હતી, જે કરોડો રૂપિયાની નાણાકીય ગેરરીતિ સાથે જોડાયેલા છે. પોલીસે મુખ્ય દરવાજાનું તાળું તોડી આશરે 5 કલાક સુધી ઘરની તલાશી લીધી. અભિષેક બેનરજીએ પોલીસ પર આકરા પ્રહારો કરતા પૂછ્યું કે 'શું મળ્યું?'