જેલમાં દુષ્કર્મના દોષિત સાંસદ પ્રજ્જવલ રેવન્ના પાસેથી મળ્યો મોબાઇલ
જેલમાં દુષ્કર્મના દોષિત સાંસદ પ્રજ્જવલ રેવન્ના પાસેથી મળ્યો મોબાઇલ
Published on: 12th August, 2026

બેંગલુરુની પરપ્પના અગ્રહારા સેન્ટ્રલ જેલમાં પૂર્વ સાંસદ પ્રજ્જવલ રેવન્નાની બેરેકમાંથી એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યો છે. આ સુરક્ષા ચૂક અંગે પૂર્વ IPS અધિકારી કિરણ બેદીએ જેલ તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, "સ્માર્ટફોન કેવી રીતે હોઈ શકે? શું તેમની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી નહોતી?" તેમણે ઉમેર્યું કે, "અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ, કારણ કે કેદી પાસેથી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળે તો તે જેલ સુરક્ષા સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે." આ ઘટના બાદ મદદનીશ સુપ્રિન્ટેન્ડેન્ટ ઈરન્ના રંગાપુરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.