નંદીગ્રામ પેટા ચૂંટણમાં મમતા બેનરજી માટે મુશ્કેલ રાજકીય પડકાર
નંદીગ્રામ પેટા ચૂંટણમાં મમતા બેનરજી માટે મુશ્કેલ રાજકીય પડકાર
Published on: 24th September, 2026

નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી મમતા બેનરજી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. પોતાની સ્થિતિ 'એક સાંધે ત્યાં તેર તૂટે' જેવી હોવા છતાં, મમતા ચૂંટણી લડવા મથી રહ્યાં છે. તેમના ૬૦ જેટલા ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસ છોડી ગયા છે અને બળવાખોરોએ અલગ પક્ષ રચ્યો છે. મમતાના ઉમેદવાર સંચિતા પ્રધાન દેવે ચૂંટણીમાંથી ખસી જતાં, તેમણે કોંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાનને ટેકો આપ્યો, પણ તરત જ મિલન પ્રધાનની ૨૦૦૭ના કેસમાં ધરપકડ થઈ. આ ઘટનાક્રમોએ મમતાને રાજકીય રીતે વધુ મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધા છે.