વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારની મનમાની
વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારની મનમાની
Published on: 06th June, 2026

વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકાર દ્વારા વહાલા-દવલાંની નીતિ અપનાવવામાં આવી રહી હોય તે રીતે નિર્ણયો લેવાઇ રહ્યા છે. જેમાં આજે ડભોઇ બજાર સમિતિની ચૂંટણી યોજાતાં ૩૫ વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી છે. જ્યારે બાકીની ચાર APMCમાં હજી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી જાહેર થઇ નથી. વડોદરા જિલ્લામાં કુલ પાંચ એપીએમસીમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાનાર હતી. જેમાં પાદરા એપીએમસીમાં નવી ચૂંટણી યોજાતાં બળવાખોરોએ સત્તા મેળવી હતી. જ્યારે ડભોઇ એપીએમસીમાં પણ પાંચ વર્ષની ટર્મ માટે ચૂંટણી યોજાતાં ૩૫ વર્ષ બાદ ભાજપે બહુમતી મેળવી હતી.