રાધનપુર તાલુકા પંચાયત: તારાબેન ઠાકોર કારોબારી સમિતિના ચેરમેન બન્યા.
રાધનપુર તાલુકા પંચાયત: તારાબેન ઠાકોર કારોબારી સમિતિના ચેરમેન બન્યા.
Published on: 17th June, 2026

રાધનપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપની 16 બેઠકો પર ભવ્ય જીત બાદ, વિવિધ સમિતિઓ અને હોદ્દાઓ માટે નિમણૂક કરવામાં આવી છે. તારાબેન મનુભાઈ ઠાકોરને કારોબારી સમિતિના ચેરમેન, કેસુબેન સાદુરભાઈ ભીલને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, ઓખાબેન મહાદેવભાઈ રબારીને પક્ષના નેતા અને શૈલેષભાઈ નિરાશ્રિાતને દંડક તરીકે નિમવામાં આવ્યા છે. આ નિમણૂંકોથી તાલુકાના વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા છે.