જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના માતાનું નિધન
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના માતાનું નિધન
Published on: 15th June, 2026

જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમના 78 વર્ષીય માતા દીનાબેન હેમંતભાઈ માડમનું અવસાન થયું છે. આ દુઃખદ સમાચાર મળતા સમગ્ર હાલાર પંથક અને રાજકીય-સામાજિક વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સ્મશાનયાત્રામાં અનેક રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓ, રિલાયન્સના વાઈસ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણી, કોંગ્રેસના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, સગા-સંબંધીઓ અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંસદ પૂનમબેન માડમે પોતાની માતાના પાર્થિવ દેહને કાંધ આપી ભાવુક વિદાય આપી હતી.