ધીરેન્દ્ર શાસ્ત્રી Gen-Z પ્રદર્શન પર: "વિરોધનો અધિકાર છે, પણ અપશબ્દો નહિ"
ધીરેન્દ્ર શાસ્ત્રી Gen-Z પ્રદર્શન પર: "વિરોધનો અધિકાર છે, પણ અપશબ્દો નહિ"
Published on: 02nd August, 2026

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર-મંતર પર થયેલા Gen-Z પ્રદર્શન પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં વિરોધ નોંધાવવો એ લોકતાંત્રિક અધિકાર છે, પરંતુ પ્રદર્શનના નામે અભદ્ર ભાષા અને અપશબ્દોનો ઉપયોગ કરવો ખોટો છે. યુવાનોએ સભ્ય વાતચીત અને ભારતીય સંસ્કૃતિની મર્યાદામાં રહેવાનો સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે, ગાળાગાળી આપણી સંસ્કૃતિ નથી અને યુવાનોએ પોતાની વાત શાંતિ, પ્રેમ અને મર્યાદિત ભાષામાં રાખવી જોઈએ. કાવડ યાત્રિકોને પણ સંયમ રાખવા અને સમાજમાં પ્રેમ, ધૈર્ય અને શાંતિ જાળવી રાખવાનું આહ્વાન કર્યું.