ઝેલેન્સકીની ધમકી બાદ પુતિનનો કિવ અને ઓડેસા પર મિસાઇલ હુમલો
ઝેલેન્સકીની ધમકી બાદ પુતિનનો કિવ અને ઓડેસા પર મિસાઇલ હુમલો
Published on: 02nd September, 2026

રશિયા-યુક્રેન યુદ્ધ ફરી ગરમાયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ રશિયાને આપેલી ખુલ્લી ધમકીઓ બાદ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની રાજધાની કિવ અને ઓડેસા શહેર પર શ્રેણીબદ્ધ મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઝેલેન્સકીએ રશિયાના આકાશને અસુરક્ષિત કરવાની ચેતવણી આપ્યા બાદ પુતિને આકરો જવાબ આપ્યો છે. કિવમાં રહેણાંક ઇમારતોને નુકસાન થયું છે અને ઓડેસામાં ઉર્જા માળખાને ગંભીર ફટકો પડ્યો છે. પુતિને આવા નિવેદનોને રાજ્ય પ્રાયોજિત આતંકવાદ ગણાવ્યા છે.