આખરે સામે આવ્યું નેપાળમાં થયેલ ભયંકર તબાહીનું અસલી કારણ!
આખરે સામે આવ્યું નેપાળમાં થયેલ ભયંકર તબાહીનું અસલી કારણ!
Published on: 02nd September, 2026

નેપાળમાં પૂરની ભયાનકતા બાદ ૧,૦૦૦થી વધુ લોકોના મૃત્યુ અને ૪,૦૦૦થી વધુ લોકો ગુમ થયા છે. નિષ્ણાતો અનુસાર, આ વિનાશ માત્ર હિમનદી તળાવ ફાટવાથી નહીં, પરંતુ પર્વતના મોટા ભાગો તળાવમાં તૂટી પડવાથી સર્જાયો છે. ગ્લોબલ વોર્મિંગથી પીગળી રહેલો પર્માફ્રોસ્ટ આ ઘટના પાછળનું મુખ્ય કારણ મનાઈ રહ્યું છે. પર્માફ્રોસ્ટ, જે પર્વતોને મજબૂત રાખે છે, તેના પીગળવાથી ભૂસ્ખલન અને અચાનક પૂરનું જોખમ વધે છે. હિમાલયમાં પર્માફ્રોસ્ટ પીગળવાથી આવી હોનારતો ભવિષ્યમાં વધુ સામાન્ય બની શકે છે.