CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
CEC જ્ઞાનેશ કુમાર સામે સુપ્રીમ કોર્ટમાં અરજી
Published on: 25th September, 2026

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર એકતરફી નિર્ણયો લેવાના આરોપ હેઠળ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં ફોર્મ 6 માં ગેરકાયદેસર ફેરફાર, વોટર લિસ્ટ ડેટાનું કેન્દ્રીકરણ અને અન્ય અધિકારીઓના વાંધાઓ છતાં લેવાયેલા નિર્ણયો સહિત વિવાદિત તમામ મુદ્દાઓને રદ્દ કરવાની માગ કરવામાં આવી છે. અરજીકર્તાએ જ્ઞાનેશ કુમાર અને અન્ય સંબંધિત અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી તથા સ્વતંત્ર ન્યાયિક તપાસ પંચ અથવા SIT ની રચના કરવાની પણ વિનંતી કરી છે.