સોમનાથમાં ભક્તોનો ધસારો, આરતી, પાલખીયાત્રા અને પોલીસ દ્વારા ફરાળ વિતરણ
સોમનાથમાં ભક્તોનો ધસારો, આરતી, પાલખીયાત્રા અને પોલીસ દ્વારા ફરાળ વિતરણ
Published on: 24th August, 2026

સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના બીજા સોમવાર નિમિત્તે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ભક્તો શનિવાર અને રવિવારથી જ મંદિરે પહોંચી ગયા હતા, જેમાં ઘણા લોકો દૂરથી પગપાળા ચાલીને પણ આવી રહ્યા છે. યાત્રિકો માટે સેવાભાવીઓ દ્વારા ઠેર ઠેર ચા-પાણી અને ફરાળની વ્યવસ્થા કરાઈ છે. મંદિર વહેલી સવારે 4 કલાકે ખુલશે અને બિલ્વ પૂજા, પ્રાતઃ પૂજા, આરતી, પાલખી યાત્રા, દિપમાળા, ભવ્ય શ્રૃંગાર અને શોર્ય શ્રૃંગાર જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. ગીર સોમનાથ પોલીસ દ્વારા પણ ભક્તો માટે નિઃશુલ્ક ફરાળ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.