ભરૂચના રતનપુરના ડુંગર પર સ્થિત હઝરત બાવાગોર દરગાહનો ચસ્મો વધાવવામાં આવશે
ભરૂચના રતનપુરના ડુંગર પર સ્થિત હઝરત બાવાગોર દરગાહનો ચસ્મો વધાવવામાં આવશે
Published on: 06th October, 2026

ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીક ડુંગર પર આવેલ હઝરત બાવાગોર દરગાહનો ઐતિહાસિક ચસ્મો (પાણીનો કુંડ) 8 ઓક્ટોબર, ગુરુવારે પરંપરાગત વાર્ષિક પ્રણાલી મુજબ વધાવવામાં આવશે. આ ચસ્મો વર્ષોથી દરગાહ સાથે જોડાયેલો છે અને દર વર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે આ વિધિ થાય છે. વડોદરાના હઝરત કમાલુદ્દિન બાવા અને દરગાહના ગાદીવારસ હઝરત જાનુબાપુના હસ્તે ફુલ, ધાણી અને નાળિયેરથી આ ધાર્મિક કાર્ય સંપન્ન થશે. આ પ્રસંગે ભવ્ય મેળાનું પણ આયોજન કરાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે.