બ્રિટનમાં હિન્દુ મંદિરને જમીન નહીં, ચર્ચ અને મસ્જિદને ફાળવણી
બ્રિટનમાં હિન્દુ મંદિરને જમીન નહીં, ચર્ચ અને મસ્જિદને ફાળવણી
Published on: 04th July, 2026

બ્રિટનના કેમ્બ્રિજશાયરમાં હિન્દુ સમુદાયને આંચકો લાગ્યો છે. સ્થાનિક કાઉન્સિલે ધાર્મિક પ્રવૃત્તિઓ માટે ફાળવેલ જમીન હિન્દુ સંગઠનને આપવાને બદલે એક ચર્ચ નેટવર્કને 999 વર્ષની લીઝ પર આપી દીધી છે. આ પ્રોજેક્ટમાં એક મુસ્લિમ સંગઠન પણ ભાગીદાર બનશે, જેને નમાજ અને ધાર્મિક શિક્ષણ માટે અલગ જગ્યા મળશે. હિન્દુ સંગઠનને માત્ર 65% ગુણ મળ્યા, જ્યારે ચર્ચ નેટવર્કને 81% ગુણ મળ્યા હતા. આ નિર્ણયથી હિન્દુ સમુદાયમાં ભારે નિરાશા છે, કારણ કે સમગ્ર કાઉન્ટીમાં એક પણ હિન્દુ મંદિર નથી.