દ્રશ્યમ થ્રીના ડરથી આયુષમાનની 'ઉડતા તીર'ની રિલીઝ ડેટ મુલતવી
દ્રશ્યમ થ્રીના ડરથી આયુષમાનની 'ઉડતા તીર'ની રિલીઝ ડેટ મુલતવી
Published on: 03rd October, 2026

આયુષમાન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ 'ઉડતા તીર' જે અગાઉ ૯મી તારીખે રિલીઝ થવાની હતી, હવે ૨૩ ઓક્ટોબરે સિનેમાઘરોમાં જોવા મળશે. અજય દેવગણની 'દ્રશ્યમ થ્રી'ને મળેલા સારા ઓપનિંગ અને આવતા અઠવાડિયે પણ તેના વધુ સ્ક્રીન કવર કરવાની સંભાવનાને કારણે, આયુષમાનની ફિલ્મને સ્ક્રીન મળવામાં મુશ્કેલી પડી શકે છે. આથી, નિર્માતા કરણ જોહરે રિલીઝ ડેટ ૨૩ ઓક્ટોબર પર ખસેડવાનો નિર્ણય લીધો છે. ઓછી ફિલ્મો રિલીઝ થતી હોય તેવી તારીખો પર ફિલ્મ રિલીઝ કરવાનું ચલણ વધી રહ્યું છે.