કેદારનાથ ધામના કપાટ 181 દિવસ પછી ખુલ્યા; 51 ક્વિન્ટલ ફૂલોથી શણગાર, CM ધામીએ PMના નામે પ્રથમ પૂજા કરી.
કેદારનાથ ધામના કપાટ 181 દિવસ પછી ખુલ્યા; 51 ક્વિન્ટલ ફૂલોથી શણગાર, CM ધામીએ PMના નામે પ્રથમ પૂજા કરી.
Published on: 22nd April, 2026

ચારધામ યાત્રાના ચોથા દિવસે સવારે 8 વાગ્યે કેદારનાથના કપાટ ખોલવામાં આવ્યા. 51 ક્વિન્ટલ ફૂલોથી મંદિર શણગારવામાં આવ્યું. CM ધામીએ PM મોદીના નામે પહેલી પૂજા કરી. મંદિર પરિસરથી 50-60 મીટર વિસ્તારમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. ફોટોગ્રાફી માટે ખાસ જગ્યાઓ નિર્ધારિત કરાઈ છે. મંદિર પરિસરમાં રીલ, ફોટો કે વીડિયો બનાવવા પર પ્રતિબંધ છે. પ્રસાદમાં ભસ્મ મળશે.