કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો
કેદારનાથના કપાટ ખૂલ્યા: મંદિર પરિસરમાં મોબાઈલ-રીલ્સ પર પ્રતિબંધ, જાણો નવા નિયમો
Published on: 22nd April, 2026

હિમાલયની પવિત્ર ગિરિમાળાઓમાં વિરાજમાન ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના એક એવા કેદારનાથ ધામના કપાટ આજે, 22 એપ્રિલ બુધવારના રોજ સવારે 8 કલાકે શુભ મુહૂર્તમાં ભક્તો માટે ખોલી દેવામાં આવશે. શિયાળાના છ મહિનાના લાંબા અંતરાલ બાદ, વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાન સાથે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ સમગ્ર કેદારપુરી 'જય બાબા કેદાર' અને 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠી છે. 10 દિવસ વહેલા શરૂ થઈ કેદારનાથ યાત્રા આ ખાસ અવસર માટે મુખ્ય મંદિરને અંદાજે 51 ક્વિન્ટલ દેશી-વિદેશી ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.