શંકરાચાર્ય નગરના શિવાલયમાં શ્રાવણ માસના સોમવારે ભાવિકોની ભારે ભીડ
શંકરાચાર્ય નગરના શિવાલયમાં શ્રાવણ માસના સોમવારે ભાવિકોની ભારે ભીડ
Published on: 24th August, 2026

ખેડા નજીક શંકરાચાર્ય નગર સ્થિત શિવાલય, જેમાં 12 જ્યોતીર્લિંગ, ગણેશજી, હનુમાનજી, શંકરાચાર્ય ગુફા અને માનસરોવર જેવા પવિત્ર સ્થળોનો સમુહ છે, તે શ્રાવણ માસ દરમિયાન ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. દર સોમવારે ભાવિકો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટી પડે છે. આ શિવાલય સનાતન ધર્મનું પ્રતીક છે અને અહીં અન્નક્ષેત્ર, ગૌશાળા તેમજ આયુર્વેદીક દવાખાનું પણ કાર્યરત છે. ભક્તો માટે આ સ્થળ કૈલાસ માનસરોવર યાત્રા જેવો અનુભવ પ્રદાન કરે છે.