ગણેશ વિસર્જનને ધ્યાને રાખી કૃત્રિમ તળાવો તરફ નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેરનામું.
ગણેશ વિસર્જનને ધ્યાને રાખી કૃત્રિમ તળાવો તરફ નો એન્ટ્રી અને નો પાર્કિંગ જાહેરનામું.
Published on: 25th September, 2026

વડોદરામાં ૧૦મા દિવસના ગણેશ વિસર્જન તહેવારને અનુલક્ષીને, કૃત્રિમ તળાવો તરફ આવતા તમામ રસ્તાઓ પર નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. શહેરના કુલ ૧૧ સ્થળોએ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન થશે, જેમાં ગોરવા દશામા મંદિર, નવલખી ગ્રાઉન્ડ, બિલ ગામ, વાઘોડિયા રિંગરોડ, માંજલપુર, તરસાલી, મકરપુરા, કિશનવાડી, લેપ્રેસી ગ્રાઉન્ડ, હરણી સમા અને હરણીનો સમાવેશ થાય છે. આ કૃત્રિમ તળાવો તરફના રોડ પર વાહનો માટે નો પાર્કિંગ ઝોન રહેશે. ડી.જે. સાથે નીકળતી વિસર્જન યાત્રાઓ માટે પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે.