ડૉ. જયપ્રકાશ સોનીએ લક્ઝરી બસને લીલી ઝંડી આપી
ડૉ. જયપ્રકાશ સોનીએ લક્ઝરી બસને લીલી ઝંડી આપી
Published on: 06th September, 2026

સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શ્રાવણના છેલ્લા સોમવારે, 7 સપ્ટેમ્બરે, કેદારનાથ ધામને 12 લાખ રુદ્રાક્ષ અને 25 હજાર ડમરુથી શણગારવામાં આવશે. વડોદરાના જાગનાથ મહાદેવ મંદિરથી 33 ભક્તો રુદ્રાક્ષ-ડમરુની માળાઓ સાથે બસમાં પ્રસ્થાન કરી ચૂક્યા છે. વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડૉ. જયપ્રકાશ સોનીએ આ લક્ઝરી બસને લીલી ઝંડી આપી વિદાય કરી. આ કાર્ય દિવંગત ધારાસભ્ય સ્વ. યોગેશભાઈ પટેલના સંકલ્પની પૂર્તિ છે. તેમણે નેપાળથી 12 લાખ રુદ્રાક્ષ મગાવ્યા હતા.