પાવાગઢ રોડ પર સિંધવાવ તળાવ કિનારે દાન એકાદશીની ભવ્ય ઉજવણી
પાવાગઢ રોડ પર સિંધવાવ તળાવ કિનારે દાન એકાદશીની ભવ્ય ઉજવણી
Published on: 24th September, 2026

હાલોલ ખાતે સિંધવાવ તળાવ કિનારે યોજાયેલ દાન એકાદશીના મનોરથ પ્રસંગે વ્રજભૂમિ જેવો માહોલ સર્જાયો હતો. કીર્તનકારોએ સંગીતના સુમધુર સથવારે ભગવાન શ્રીકૃષ્ણની વ્રજ લીલાઓનું રસપાન કરાવ્યું હતું. પૂ. મહારાજને દાન અંગીકાર કરવા માટે મહિલાઓ, નગરજનો અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ તથા વૈષ્ણવોની લાંબી કતારો જોવા મળી હતી. પૂ. મહારાજે દાનલીલાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને સૌને આશીર્વાદ પાઠવ્યા હતા.