વડોદરાના યાત્રાધામ ચાણોદ અને કરનાળીમાં નર્મદા નદીમાં નવા નીરની આવક
વડોદરાના યાત્રાધામ ચાણોદ અને કરનાળીમાં નર્મદા નદીમાં નવા નીરની આવક
Published on: 09th July, 2026

છોટાઉદેપુર જિલ્લામાં સારા વરસાદને પગલે ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ અને કરનાળીમાં નર્મદા નદીમાં નવા પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ઉચ્છ અને ઓરસંગ નદીનું પાણી નર્મદામાં ભળ્યું છે. ચાલુ સિઝનમાં પ્રથમ વખત નર્મદામાં નવા નીર આવતાં શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ છે. પવિત્ર ચાણોદ-કરનાળી ત્રિવેણી સંગમ ખાતે નદીના શુદ્ધ જળ દેખાઈ રહ્યા છે. આ નવા નીરના આગમનથી ઘાટની સુંદરતા વધી છે, જેનાથી સ્થાનિક નાવિકો અને વેપારીઓમાં પણ આનંદની લાગણી છે.