મહાતૂફાન 'બાવી' ૨૦૦ કિ.મી. ઝડપે તાઈવાન, ચીન, જાપાન તરફ આગળ વધી રહ્યું છે
મહાતૂફાન 'બાવી' ૨૦૦ કિ.મી. ઝડપે તાઈવાન, ચીન, જાપાન તરફ આગળ વધી રહ્યું છે
Published on: 09th July, 2026

પ્રશાંત મહાસાગરમાં જાગેલું મહાતૂફાન 'બાવી' ૨૦૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે તાઈવાન, ચીન અને જાપાન જેવા દેશો તરફ ધસી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ચક્રવાત ગુરુવારે તાઈવાનની દક્ષિણ પૂર્વ સુધી પહોંચી ગયું છે, જોકે તેની ગતિ થોડી નરમ પડી છે. પ્રશાસન તેને છેલ્લાં કેટલાંયે વર્ષોમાં સૌથી શક્તિશાળી તોફાન ગણાવી રહ્યું છે અને નાગરિકોને જરૂરી સામાનનો સ્ટોક કરી તૈયાર રહેવાની સૂચના આપી છે.