શુક્રનું નક્ષત્ર પરિવર્તન: ૮ દિવસમાં ૪ રાશિઓને મળશે બમ્પર લાભ
શુક્રનું નક્ષત્ર પરિવર્તન: ૮ દિવસમાં ૪ રાશિઓને મળશે બમ્પર લાભ
Published on: 08th July, 2026

ધન, વૈભવ અને સુખ-સમૃદ્ધિના દાતા શુક્ર દેવ 16 જુલાઈ 2026ના રોજ સિંહ રાશિમાં રહીને મઘા નક્ષત્રમાંથી નીકળી પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં ગોચર કરે છે, ત્યારે તેની શુભ ફળ આપવાની ક્ષમતા બમણી થઈ જાય છે. આ ગોચર અનેક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખોલશે. મેષ, સિંહ, તુલા અને ધન રાશિના જાતકોને આ પરિવર્તનથી વિશેષ લાભ મળશે, જેમાં પ્રેમ, આર્થિક લાભ અને કાર્યક્ષેત્રમાં પ્રગતિનો સમાવેશ થાય છે.