વડોદરામાં 25 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન
વડોદરામાં 25 હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું વિસર્જન
Published on: 25th September, 2026

વડોદરામાં અનંત ચતુર્દશીના પાવન પર્વે ગણેશોત્સવનું સમાપન થયું. ભક્તોએ ઘર અને પંડાલમાં બિરાજમાન ગણપતિ બાપ્પાની પૂજા-આરતી કર્યા બાદ ‘ગણપતિ બાપ્પા મોરિયા… આવતા વર્ષે વહેલા આવજો’ના નાદ સાથે 25 હજારથી વધુ મૂર્તિઓનું ધામધૂમથી વિસર્જન કર્યું. શહેરના વિવિધ વિસ્તારોમાં ડીજે, ઢોલ-નગારા સાથે ધર્મયાત્રા નીકળી. સુરક્ષા માટે પોલીસ અને અર્ધલશ્કરી દળોનો વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. 23 કૃત્રિમ તળાવો સહિત 11 સ્થળોએ વિસર્જન થયું, જ્યારે અમુક માર્ગો પર વાહનવ્યવહાર પ્રતિબંધિત કરાયો હતો.