આવતા વર્ષે Gmail નું 'Send As' ફીચર બંધ થશે
આવતા વર્ષે Gmail નું 'Send As' ફીચર બંધ થશે
Published on: 23rd September, 2026

જાન્યુઆરી ૨૦૨૭ થી Gmail નું 'Send As' ફીચર બંધ થઈ જશે, જે પાવર યુઝર્સ માટે મોટો આંચકો છે. આ સુવિધા દ્વારા વપરાશકર્તાઓ Gmail માંથી જ Yahoo, Outlook કે અન્ય ડોમેઇન ઈમેલ આઈડી પરથી મેલ મોકલી શકતા હતા. Gmail વેબ વર્ઝનમાં થર્ડ પાર્ટી ઈમેલ એકાઉન્ટ્સ ઉમેરવાની કે સિંક કરવાની સુવિધા પણ બંધ થશે, જોકે આ મોબાઇલ એપમાં ચાલુ રહેશે. Google Workspace એકાઉન્ટમાં 'Send As' ચાલુ રહેશે.