AI હવે ખર્ચ કરશે: ઈન્સ્ટિંક્ટ યુઝરના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરશે
AI હવે ખર્ચ કરશે: ઈન્સ્ટિંક્ટ યુઝરના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરશે
Published on: 14th September, 2026

કેલિફોર્નિયા: હવે Artificial Intelligence (AI) ફક્ત સૂચનાઓ જ નહીં, પરંતુ વપરાશકર્તાના વતી ખર્ચ પણ કરશે. Instinct નામનું નવું AI પર્સનલ આસિસ્ટન્ટ લોન્ચ થયું છે, જે શાકભાજી મંગાવવાથી લઈને ફ્લાઇટ અને રેસ્ટોરન્ટ બુકિંગ જેવા રોજિંદા કાર્યો સંભાળે છે. આ AI iMessage અથવા WhatsApp દ્વારા મેસેજ કરીને કામ સોંપી શકાય છે અને તે ક્રેડિટ કાર્ડ, Slack, Google Workspace અને OnePassword જેવી ડિજિટલ સર્વિસ સાથે કનેક્ટ થઈ શકે છે. જોકે, Instinct કેટલીક ભૂલો પણ કરી રહ્યું છે, જેમ કે ફ્લાઇટ કેન્સલ કરવી અથવા વપરાશકર્તાની મંજૂરી વિના મોંઘા રેસ્ટોરન્ટમાં બુકિંગ કરવું.