નવી પારડીની વિદ્યામંગલ નિવાસી શાળાના ખેલાડીઓએ જૂડોમાં 47 મેડલ જીતી ઇતિહાસ રચ્યો
નવી પારડીની વિદ્યામંગલ નિવાસી શાળાના ખેલાડીઓએ જૂડોમાં 47 મેડલ જીતી ઇતિહાસ રચ્યો
Published on: 06th September, 2026

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ્ ઇન્ડિયા (SGFI) અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં નવી પારડી સ્થિત વિદ્યામંગલ નિવાસી શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર દેખાવ કર્યો. કુલ 47 મેડલ, જેમાં 18 ગોલ્ડ, 18 સિલ્વર અને 11 બ્રોન્ઝનો સમાવેશ થાય છે, તે મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. આ સિદ્ધિ બદલ ગોલ્ડ મેડલ વિજેતાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. કોચ શ્વેતા અક્ષયકુમાર પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, અને શાળા પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરાયું.