એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
એક્સ્ટ્રા ટાઇમમાં આર્જેન્ટિનાની ધમાકેદાર જીત, સેમિફાઇનલમાં પહોંચી મેસીની ટીમ
Published on: 12th July, 2026

FIFA World Cup 2026 માં, આર્જેન્ટિનાએ સ્વિટ્ઝર્લેન્ડ સામે રમાયેલ મેચમાં રોમાંચક જીત મેળવી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. એક્સ્ટ્રા ટાઇમ સુધી ચાલેલી આ મેચમાં આર્જેન્ટિનાએ 3-1 થી વિજય મેળવ્યો. આર્જેન્ટિના માટે એલેક્સિસ મેક એલિસ્ટર, એમ. એ. અલ્વારેઝ અને લૌતારો માર્ટિનેઝે ગોલ કર્યા, જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ માટે ડેન ડોયે ગોલ કર્યો. સ્વિટ્ઝર્લેન્ડના ખેલાડી બ્રીલ એમ્બોલોને VAR ની મદદથી રેડ કાર્ડ મળ્યું, જેના કારણે તેમની ટીમ 10 ખેલાડીઓ સાથે રમી.