ગોલના મેદાનમાં વરસાદ ટીમ ઈન્ડિયાની જીતનો વિલન બનશે?
ગોલના મેદાનમાં વરસાદ ટીમ ઈન્ડિયાની જીતનો વિલન બનશે?
Published on: 19th August, 2026

ભારત અને શ્રીલંકા વચ્ચે ગોલ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચાલી રહેલી પહેલી ટેસ્ટ મેચ હવે અંતિમ તબક્કામાં છે. મેચના છેલ્લા દિવસે શ્રીલંકાને જીતવા માટે 288 રન બનાવવાના છે અને ટીમ ઈન્ડિયા ફક્ત 6 વિકેટ દૂર છે. પરંતુ, વરસાદ છેલ્લા દિવસે પણ ટીમ ઈન્ડિયાની જીતને અવરોધી શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ, મેચના પ્રથમ સેશનમાં, ખાસ કરીને સવારે 10 થી 12 વાગ્યાની વચ્ચે, વરસાદની 49% થી 60% સુધીની શક્યતા છે. લંચ પછી હવામાન ચોખ્ખું રહેવાની ધારણા છે, જેનાથી ટીમ ઈન્ડિયાને બાકીની વિકેટો લઈને મેચ જીતવાની તક મળશે.