છોટાઉદેપુરના બોડેલી ખાતે 1500 થી વધુ મહિલાઓએ સાડી દોડ 2.0 માં ભાગ લીધો
છોટાઉદેપુરના બોડેલી ખાતે 1500 થી વધુ મહિલાઓએ સાડી દોડ 2.0 માં ભાગ લીધો
Published on: 22nd August, 2026

બોડેલી ખાતે યોજાયેલ સાડી દોડ 2.0 માં 1500 થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ દોડ છોટાઉદેપુર 2.0 મેરેથોનના પ્રી-ઈવેન્ટ તરીકે આયોજિત કરાઈ હતી. વડાપ્રધાનના ફિટ ઈન્ડિયા અને ગુજરાત સરકારના ફિટ ગુજરાત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે આ આયોજન કરાયું હતું. યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ સાડી પહેરીને દોડી સ્વસ્થ નારી, સશક્ત સમાજનો સંદેશ આપ્યો. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડનો શુભારંભ કર્યો.