એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ?
એશિયન ગેમ્સ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે એશિયન ગેમ્સની ફાઈનલ?
Published on: 29th September, 2026

આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં વરસાદને કારણે ભારત અને પાકિસ્તાન બંને ટીમો ક્વાર્ટર ફાઇનલ રમ્યા વિના સેમિફાઇનલમાં પહોંચી છે. જો બંને ટીમો તેમની આગામી સેમિફાઇનલ મેચ જીતી જાય તો ફાઇનલમાં ટકરાઈ શકે છે. જોકે, બાંગ્લાદેશ પાકિસ્તાનના ફાઇનલમાં પહોંચવાના સમીકરણને બદલી શકે છે. ICC T20 રેન્કિંગમાં ભારત નંબર વન છે, જ્યારે અફઘાનિસ્તાન 10મા સ્થાને છે. બંને ટીમોને શ્રેષ્ઠ રેન્કિંગના આધારે સેમિફાઇનલમાં પ્રવેશ મળ્યો. ભારતીય ટીમ હવે શ્રીલંકા સામે રમશે, જ્યારે પાકિસ્તાનનો મુકાબલો બાંગ્લાદેશ-મલેશિયા મેચના વિજેતા સામે થશે.