ટીમ ઈન્ડિયાના ખેલાડીના પ્લેયર એડિશન ધરાવતા 3 કિંમતી બેટની ચોરી
ટીમ ઈન્ડિયાના ખેલાડીના પ્લેયર એડિશન ધરાવતા 3 કિંમતી બેટની ચોરી
Published on: 28th September, 2026

મેદાન પર ટ્રેનિંગ દરમિયાન ભારતીય ક્રિકેટર દીપક ચહરના ત્રણ Player Edition બેટ્સ ચોરાઈ ગયા. આ બેટ્સની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા હતી. ચોરી બાદ દીપકે એક વીડિયો પોસ્ટ કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી અને ફેન્સને પૂછ્યું કે તેણે શું કરવું જોઈએ - પોલીસ ફરિયાદ કરવી, PM મોદી કે CM યોગી પાસે જવું, કે પછી ભગવાનને ફરિયાદ કરવી. તેણે ચોરને સદ્‌બુદ્ધિ આપવા અને બેટ્સ પાછા આપવા વિનંતી કરી, તેમજ ચોરને પૈસા આપી દેવાની પણ વાત કરી. ઇજાઓથી પ્રભાવિત કારકિર્દી ધરાવતા ચહર હાલ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ છે.