નર્મદા જિલ્લા કક્ષાની ઍથ્લેટિક્સ સ્પર્ધા: 500થી વધુ યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
નર્મદા જિલ્લા કક્ષાની ઍથ્લેટિક્સ સ્પર્ધા: 500થી વધુ યુવા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો
Published on: 19th August, 2026

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા રાજપીપલાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધાનું આયોજન થયું. જેમાં નર્મદા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી અન્ડર-14, અન્ડર-17 અને અન્ડર-19ના 500થી વધુ યુવા ખેલાડીઓએ ભાગ લીધો. આ સ્પર્ધામાં ખેલાડીઓએ પોતાની ઝડપ, શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું. રાષ્ટ્રીય કક્ષાના તિરંદાજ દિનેશભાઈ ભીલે ખેલાડીઓને પ્રોત્સાહન આપી 2030ની કોમનવેલ્થ ગેમ્સને લક્ષ્ય બનાવી મહેનત કરવા પ્રેરણા આપી.