17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ, ફૂટબોલર અરુમાયનાયગમને લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર
17 ખેલાડીઓને અર્જુન એવોર્ડ, ફૂટબોલર અરુમાયનાયગમને લાઇફટાઇમ એચિવમેન્ટ પુરસ્કાર
Published on: 19th August, 2026

રમત મંત્રાલય દ્વારા 2025 માટે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. 12 વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત કોઈ ખેલાડીને ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે નહીં, જે છેલ્લે 2014માં જોવા મળ્યું હતું. આ વર્ષે 17 ખેલાડીઓને પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં દિવ્યા દેશમુખ, વિદિત ગુજરાતી, તેજસ્વિન શંકર, ગાયત્રી ગોપીચંદ અને તૃષા જોલી જેવા અનેક પ્રતિભાશાળી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ફૂટબોલના દિગ્ગજ 84 વર્ષીય આઈ. અરુમાયનાયગમને લાઇફટાઇમ કેટેગરીમાં અર્જુન એવોર્ડ મળ્યો છે.