LinkedIn પર પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા ફિલ્ડિંગ કોચની શોધ!
LinkedIn પર પાકિસ્તાન ક્રિકેટ ટીમના નવા ફિલ્ડિંગ કોચની શોધ!
Published on: 03rd September, 2026

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા LinkedIn પર ફિલ્ડિંગ કોચની જાહેરાત પોસ્ટ કરતાં સોશિયલ મીડિયા પર યુઝર્સે મજાક ઉડાવી છે. PCB એ પુરુષ રાષ્ટ્રીય ટીમના રેડ અને વ્હાઇટ બોલ ફોર્મેટ માટે અનુભવી કોચ પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવાર પાસે Level II Cricket Coaching Accreditation અને ઓછામાં ઓછો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ. ફિલ્ડિંગ ટેકનિક, ગેમ એનાલિસિસ, આધુનિક કોચિંગ સિસ્ટમનું જ્ઞાન, કમ્પ્યુટર સ્કિલ્સ અને સંચાર કૌશલ્ય જરૂરી છે. રસ ધરાવતા ઉમેદવારો 9 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે.