કોહલી બાદ રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત, ટીમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો
કોહલી બાદ રોહિત શર્મા પણ ઈજાગ્રસ્ત, ટીમ ઇન્ડિયાની મુશ્કેલીમાં વધારો
Published on: 04th June, 2026

અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી ઈજાના કારણે સિરીઝમાંથી પહેલેથી જ બહાર છે. હવે, દિગ્ગજ ઓપનર રોહિત શર્માની ફિટનેસ પર પણ ગંભીર પ્રશ્નાર્થ સર્જાયો છે. 13 જૂનથી શરૂ થનારી 3 મેચોની આ વનડે સિરીઝ પહેલાં જ બંને સિનિયર ખેલાડીઓની ઈજા ભારતીય બેટિંગ લાઇન-અપને નબળી પાડી શકે છે. રોહિત શર્મા પર પણ બહાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.