મંધાના મહિલા ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર
મંધાના મહિલા ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિકેટર
Published on: 04th September, 2026

ઓપનર સ્મૃતિ મંધાનાની અણનમ સદીની મદદથી ભારતે હોંગકોંગને 137 રનથી હરાવી વિમેન્સ એશિયા કપની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. મંધાનાએ મિતાલી રાજનો 10868 રનનો રેકોર્ડ તોડી મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ 10880 રન બનાવવાનો નવો રેકોર્ડ રચ્યો. આ સાથે તે 18 સદી સાથે સૌથી વધુ સદી ફટકારનાર બેટર પણ બની. દીપ્તિ શર્મા ટી-20 ઇન્ટરનેશનલમાં ટોપ વિકેટ ટેકર બની.