શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગો વિમાન થાંભલા સાથે અથડાયું
શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગો વિમાન થાંભલા સાથે અથડાયું
Published on: 04th September, 2026

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી છે. ઈન્ડિગોની ફ્લાઇટ (6E 225) એરપોર્ટ પર પાર્કિંગ દરમિયાન 'વિઝ્યુઅલ ડોકિંગ ગાઇડન્સ સિસ્ટમ' (VDGS) ના થાંભલા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ ફ્લાઇટ કામગીરી પર કોઈ અસર પડી નથી અને વિમાનોની અવરજવર સામાન્ય રીતે ચાલુ છે. આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.