CA દંપતીએ સગા સંબંધીઓને જ 10 કરોડનો ચૂનો લગાવ્યો: શેરબજાર રોકાણ કહી પૈસા પડાવ્યા
CA દંપતીએ સગા સંબંધીઓને જ 10 કરોડનો ચૂનો લગાવ્યો: શેરબજાર રોકાણ કહી પૈસા પડાવ્યા
Published on: 17th June, 2026

અમદાવાદના CA દંપતીએ સગા સંબંધીઓ પાસેથી શેરબજારમાં રોકાણના બહાને 10 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરી છે. ફરિયાદ બાદ પોલીસે દંપતીની ધરપકડ કરી 21 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે. મામા સહિતના સંબંધીઓના કરોડો રૂપિયા પડાવ્યા બાદ, દંપતીએ રકમ ક્યાં રોકી છે તે અંગે તપાસ ચાલી રહી છે. દંપતીએ ખોટી કંપનીઓ રજિસ્ટર કરાવી, બેંક ખાતાં ખોલાવી ખોટા ટ્રાન્ઝેક્શન કર્યા હતા. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસ ધરાવતા આ દંપતી વિશાળ જીવનશૈલી જીવી લોકોને લલચાવતા હતા.