FPIs ને ડેટ ટેક્સ રાહત: લાંબા ગાળે ફાયદાનો મોટો અંદાજ, સરકારને ટૂંકા ગાળામાં રૂ.૧૦૦ અબજનું નુકશાન
FPIs ને ડેટ ટેક્સ રાહત: લાંબા ગાળે ફાયદાનો મોટો અંદાજ, સરકારને ટૂંકા ગાળામાં રૂ.૧૦૦ અબજનું નુકશાન
Published on: 17th June, 2026

કેન્દ્ર સરકારે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (FPIs) ને ડેટ રોકાણો પર વેરામાં રાહત આપી છે. આનાથી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માં સરકારને અંદાજે રૂ.૧૦૦ અબજનું નુકશાન થઈ શકે છે. જોકે, આ રાહતથી લાંબા ગાળે થનારા ફાયદાનો અંદાજ ખર્ચ કરતાં ઘણો વધારે હોવાનું મનાય છે. ૫ જૂનના રોજ જાહેરાત કરાયેલી આ રાહતમાં સરકારી સિક્યોરિટીઝના વેચાણ, વિનિમય કે ટ્રાન્સફરમાંથી મળેલા નફા પર Long Term અને Short Term Capital Gain Tax માંથી મુક્તિ તેમજ વ્યાજ આવક પરનો ૨૦% Withholding Tax દૂર કરવાનો સમાવેશ થાય છે.