સોના-ચાંદીમાં પીછેહટ, પ્લેટીનમના ભાવ ફરી વધ્યા
સોના-ચાંદીમાં પીછેહટ, પ્લેટીનમના ભાવ ફરી વધ્યા
Published on: 15th August, 2026

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઘટ્યા, જ્યારે પ્લેટીનમના ભાવ રૂ.૨૩૦૦ વધી રૂ.૬૧૭૩૬ને પાર પહોંચ્યા. ભારતમાં જુલાઈમાં સોનાની ઈમ્પોર્ટ ૪.૮૦ ટકા વધી ૪.૧૬ અબજ ડોલર થઈ, જેના પગલે વેપાર ખાધ ૧૫ ટકા વધી ૩૨ અબજ ડોલર રહી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસ દીઠ ૪૩૮૪-૪૩૮૫ ડોલરથી ઘટી ૪૩૧૧ ડોલર સુધી પહોંચ્યા હતા. ક્રૂડતેલના ભાવમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી, ઈરાન-અમેરિકા ઘર્ષણના વળાંકો પર બજારની નજર રહી.