ઓટો શેરોમાં ભારે કડાકો: સેન્સેક્સ ૧૧૮૭ પોઈન્ટ તૂટ્યો
ઓટો શેરોમાં ભારે કડાકો: સેન્સેક્સ ૧૧૮૭ પોઈન્ટ તૂટ્યો
Published on: 02nd October, 2026

વૈશ્વિક બજારોની નકારાત્મક અસર અને વધતી મોંઘવારી તથા દુષ્કાળના ભય વચ્ચે ભારતીય શેરબજારોમાં ભારે કડાકો બોલાયો. ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૦ ડોલર પાર થતાં અને યુ.એસ. ટ્રેઝરી યીલ્ડ વધતાં રૂપિયો નબળો પડ્યો. સપ્ટેમ્બર મહિનાના નબળા ઓટો વેચાણના આંકડા અને ભાવ વધારાની શક્યતાને કારણે ઓટો શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. મેટલ, બેંકિંગ, ઓઈલ-ગેસ શેરો પણ ઘટ્યા. જોકે, આઈટી શેરોમાં થોડી તેજી જોવા મળી. સેન્સેક્સ ૧૧૮૭ પોઈન્ટ ઈન્ટ્રા-ડે તૂટ્યા બાદ ૫૭૧ પોઈન્ટ ઘટીને ૭૧૯૧૦ જ્યારે નિફ્ટી ૧૯૮ પોઈન્ટ ઘટીને ૨૨૪૨૧ બંધ રહ્યો.