અમદાવાદના ઓઢવ મધુમાલતી આવાસમાં ધોધમાર વરસાદથી રહીશોનું જીવન બન્યું નરકાગાર
અમદાવાદના ઓઢવ મધુમાલતી આવાસમાં ધોધમાર વરસાદથી રહીશોનું જીવન બન્યું નરકાગાર
Published on: 15th September, 2026

અમદાવાદના ઓઢવ GIDC નજીક મધુમાલતી આવાસમાં સાર્વત્રિક વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે ઘૂંટણસમા અને ઘરોમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા છે. આ કારણે ઘરવખરી, રસોઈ અને રહેવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. કરોડો રૂપિયાના પ્રોજેક્ટના દાવા છતાં દર ચોમાસે જળબંબાકાર સર્જાતા રહીશોમાં તંત્ર સામે આક્રોશ છે. ગટરના પાણી ભળવાથી રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. તાત્કાલિક પાણી નિકાલ અને ગટર લાઈનની કાયમી સમસ્યાના ઉકેલની માંગ કરાઈ છે.